Tuesday, February 23, 2010

Gazals

Daka Sarkar Na Ram Ram...



સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

કોઈ પૂછે કે ‘ઘર તારું કેવડું?’
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટ ફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો !

—- મૂળ ગીત કદાચ આ પ્રમાણે છે —-

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

-રમેશ પારેખ





સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

કોઈ પૂછે કે ‘ઘર તારું કેવડું?’
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટ ફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો !

—- મૂળ ગીત કદાચ આ પ્રમાણે છે —-

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

-રમેશ પારેખ



જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.

દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

-વિવેક મનહર ટેલર

Friday, February 19, 2010






BOSS or LEADER

The Boss drives his men,
The Leader inspire them

The Boss depends on authority,
The Leader depends on goodwill,

The Boss evokes fear,
The Leader rediates love;

The Boss say "I"
The Leader says"we"

The Boss shows who is wrong,
The Leader shows what is wrong:

The Boss knows how it is done,
The Leader knows how to do it;

The Boss demands respect,
The Leader commands respect;

SO BE A LEADER,
NOT A BOSS.


Yesterday, today and always`` Mankind is my Business”.
With warm personal regard.




"Friendship is not made by knowing eachother,

But it is made by communicating eachother"




 

Suvichar

જ્ઞાનરૂપી પ્રકાશનું આચરણ કરતા, જીવનમાં સદગુણો ખીલે છે……જ્યારે, અજ્ઞાનરૂપી અંધકારથી અવગુણો વધી, માનવીનું પતન કરે છે !

>>જ્ઞાનથી માનવ વિચારોમાં શુધ્ધી……ત્યારબાદ, એવા શુધ્ધ વિચારોનું આચરણ દ્વારા માનવ ચારિત્રનું ઘડતર થાય !

>> માનવીનું મુલ્ય એના ચારિત્ર પર નભે……અને, ચારિત્રનો આધાર છે સદગુણોનું આચરણ !




વિષ્ણુપુરાણ: ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્‍ગતિ પામે છે.

સરદાર વલ્લભભાઈ પટેલ: ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.

ભર્તુહરિ: સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.

ભગવાન શંકરાચાર્ય : પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.

ગૌતમ બુદ્ધ: જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.

ભર્તુહરિ: ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.

જયશંકર પ્રસાદ: ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.

પંચતંત્ર: જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?

વેદવ્યાસ: ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.

પ્રેમચંદજી: જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.

વેદવ્યાસ: ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.

અજ્ઞેય: ક્ષમા હ્રદયનો ધર્મ છે.

ગાંધીજી: ક્ષમા વીરોનું આભૂષણ છે.

વાલમીકિ: ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.

ધૂમકેતુ: માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.

સુદર્શન: કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.

પ્રેમચંદજી: યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.

ઋગવેદ: યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.

દયાનંદ સરસ્વતી: ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.

ભગવાન બુદ્ધ: ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
શ્રી મદ્‍ ભગવદ્‌ ગીતા: પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે છે.

પ્રેમચંદજી: કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.

ભર્તુહરિ: તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી.

ચાણક્ય: દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.

ગુજરાતી કહેવત: જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.

શ્રી માતાજી: જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.

સ્વામિ વિવેકાનંદ: પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.

મહાવીર સ્વામી: પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.

ગોસ્વામી તુલસીદાસ: પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.

સ્વામી દયાનંદ: ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.

શ્રી માતાજી: પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.

શ્રી વલ્લભાચાર્ય: કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.

જવાહરલાલ નહેરુ: મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.

પાંડુરંગ આઠવલે: કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.

હિતોપદેશ: કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.

પંચતંત્ર: રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.

રામકૃષ્ણ પરમહંસ: જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.

ઉપનિષદો: ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે.

દયાનંદ સરસ્વતી: ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.

સ્વામી રામતીર્થ: નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.

અંગ્રેજી કહેવત: આળસુ મન એટલે શેતાનનું કારખાનું.

ગૌતમ બુદ્ધ: આળસ માનવીનો મહાન શત્રુ છે.

મહાવીર સ્વામી: જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે.

દયાનંદ સરસ્વતી: મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.

વિનોબા ભાવે: અભિમાનના આઠ પ્રકાર છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ "મને અભિમાન નથી" એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.