Tuesday, March 2, 2010





રિદ્ધિ દે, સિદ્ધિ દે,
અષ્ટ-નવ નિધિ દે
વંસમેં વૃદ્ધિ દે
બાંકબાની.
હૃદયમેં ગ્યાન દે,
ચિત્તમેં ધ્યાન દે,
અભય વરદાન દે,
શંભુરાની.
દુ:ખકો દૂર કર,
સુખ ભરપૂર કર,
આશ સંપૂર્ન કર,
દાસ જાની.
સજ્જન સોં હિત દે,
કુટુમ્બમેં પ્રીત દે,
જંગમેં જીત દે,
મા ભવાની.




કુમકુમ ના પગલા પડ્યા માડી તારા હેત ભર્યા,જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના એંધાણ થયા!




નવરાત્રી મહોત્સવ
સાયન્સ ની દ્રષ્ટી એ
૧...ગરબો :-નારી નું નારીત્વ ‘ગર્ભાશય’
૨...છિદ્રો :-દેહના દસ દ્વાર {આંખ(૨)કાન(૨)મ્હો(૧)નાક(૨)યોનિ(૧)ગુદા(૧)અને
બ્રહ્મરંધ્ર(૧)}
૩...દીપક :-જીવાત્મા (પ્રાણ તત્વ)
૪...નોરતાં :-નવ મહિના (૭ વાર+ ૨ પખવાડિયાં=નવગ્રહ દેવતા) સમયગાળો
૫...નૃત્ય :-હળવો વ્યાયામ (ગર્ભસ્થ શિશુ ના અને માતા ના સ્વાસ્થ્ય માટે)
૬...ઉપવાસ :-યોગ્ય આહાર (અયોગ્ય આહાર બન્ને જીવ ને હાનિકારક નિવડી શકે)
૭...અનુષ્ઠાન:-ઇશ્વરનું ધ્યાન કરવું(શિશુ ને ગર્ભમાં જ સંસ્કાર સિંચન કરવું)
૮...પૂજન :-ગર્ભિણી નારી ની સારી રીતે સંભાળ લેવી
૯...નૈવેદ્ય :-પોતાના પિતૃપક્ષના અને માતૃપક્ષના સંસ્કારો વડે આવનાર જીવ ને
તૈયાર કરવો અને જગત ને એક સુન્દર મનુષ્ય ની ભેટ મળે
૧૦..પારણાં :-આનંદ ઉત્સવ ની ઉજવણી કરવી (દરેક ને શુભ પ્રેરણા આપવી)
દેવતા, ઋષિઓ, મહર્ષિઓ એ ગાયું છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે,રમન્તે તત્ર દેવતા’
આ જ સાચી નવરાત્રી છે ..ચાલો આપણે સૌ સાચી ઉજવણી કરીએ.
‘નિર્મળ ભટ્ટ’(મિધામિનિ કોમુનિટી દ્વારા)
સહ્રદયી મિત્રો ને શુભેચ્છા સહ







ક્યા? વસે અંબા મા ને, ક્યા? વસે બહુચર મા, ક્યા? રે વસે મારિ ધરા વારિ ખોડિયાર..
આરાસુરે અંબા મા ને ,શંખલપુરે બહુચર મા ,માટૅલ વસે રે મારિ ધરા વારિ ખોડિયાર..
શુ? ઓઢે અંબા મા શુ? ઓઢે બહુચર મા શુ? ઓઢે રે મારિ ધરા વારિ ખોડિયાર..
સાડિ ઓઢે અંબા મા, સેલા ઓઢે બહુચર મા ,ધાબરો ઓઢે રે મારિ ધરા વારિ ખોડિયાર..
શુ? જમે અંબા મા,શુ? જમે બહુચર મા, શુ? જમે રે મારિ ધરા વારિ ખોડિયાર.....
લાડવા જમે અંબા મા,ચુરમુ જમે બહુચર મા,લાપસિ જમે રે મારિ ધરા વારિ ખોડિયાર.....
સેનિ સવારિ અંબા મા,સેનિ સવારિ બહુચર મા, સે નિ સવારિ રે મારિ ધરા વારિ ખોડિયાર.....
સિંહ સવારિ અંબા મા,કુકડાનિ રે બહુચર મા , મગર નિ સવારિ રે મારિ ધરા વારિ ખોડિયાર...









This NAVRATRI gives 9 showers upon you.
1.Shanti
2.saiyam
3.Sanman
4.Saralta
5.Safalta
6.samriddhi
7.Sanskar
8.Shakti
9.Swasthya
JAY MATA DI.....




લિલા ચણાનિ ચણોઠળી ને આઈ ઝાંજર નો ઝ્મકાર
માન સરોવર જિલવા ગ્યાતા દડવા ની દાતાર

કોઢિ યે કોઢિ યે રોક્યા આઈ ના રથ
કો ઢિ યા ને કાયા દેજો દડવા ની દાતાર..લિલા ચણાનિ

વાંજીયે વાંજીયે રોક્યા આઈ ના રથ
વાંજી યા ને પુત્ર દે જોદડવા ની દાતાર..લિલા ચણાનિ

નિર્ધની યે નિર્ધની યે રોક્યા આઈ ના રથ
નિર્ધની ય ને ધન દેજો દડવા ની દાતાર..લિલા ચણાનિ

આંધળે આધળે રોક્યા આઈ ન રથ
આંધળા ને આંખો દે જો દડવા ની દાતાર..લિલા ચણાનિ











સાચી રે મારી સાત રે ભવાની માં,
અંબા ભવાની માં હુ તો તારી સેવા કરીશ મૈયા લાલ..
નવ નવ નોરતા કરીશ મા,પુજાઓ કરીશ માં,
ગરબો રે વીરાટનો ઝીલીશ મૈયા લાલ,સાચી તે મારી..
જયૉતીમાં એક તારી છે જયોતી
તારા સતનું ચમકે રે મોતી,ચમકે મોતી
શ્રધ્ધાવાળાને તારુ મોતી મળે રે માં,મોતી મળે રે માં
હુ તો તારા પગલા ચુમીશ મૈયાલાલ,સાચી તે મારી..
તું તારણની તારણહારી દૈત્યોને દીધા સંહારી
શક્તીશાળી રે તુ તો જગની જનેતા મા
માડી રે..માડી રે શક્તી ભવાની માં ભોળી ભવાની માં,
હુ તો તારા વારણા લઈશ મૈયાલાલ..સાચી રે મારી.









શંખલપુર સોહામણું રે,
ત્યા છે તમારો વાસ-મારી બહુચરા !
દીવા બળે છે માને ઘી તણાં રે,
આઠે પ્રહર અજ્વાશ,મારી બહુચરા !
બુધ્ધી આપોને માત બહુચરા રે,
પાટણવાડું મા ! પરગણુ રે,
ગાયકવાડી ગામ મારી બહુચરા !
આંધળા આવે પોકારતા રે,
આવે છે માજીની પાસ મારી બહુચરા !
નેત્ર આપોને મૈયા ! નીરખવા રે,
હસતાં રમતાં,જાય,મારી બહુચરા !
વાંઝીયા આવે પોકારતા રે,
આવે છે માજીની પાસ મારી બહુચરા !
પુત્ર આપોને મૈયા પારણે રે,
ગુણ તમારા ગાય, મારી બહુચરા !
ઘોડી તણૉ ઘોડો કીધો રે,
નારીનો કીધો મર્દ, મારી બહુચરા !
અસુર તણાં દળ આવીયા રે,
આવ્યા છે માતાજીની પાસ,મારી બહુચરા !
કુકડીયા માતા તણો રે,
તળ્યા તવાની માંય,મારી બહુચરા !
મુવેલ મ્રધ બોલાવીયા રે,
પેલા અસુર તણા પેટમાંય,મારી બહુચરા !
દાસ વલ્લભ માને વીનવે રે,
હું છું તમારો દાસ, મારી બહુચરા...!





ચક્કરડી ભમ્મરડી મારે ઘેર જાજીરે ભવાની માં
ચક્કરડિ નો રમ નાર દેજો રે ભવાની માં
ભમ્મરડી નો રમ નાર દેજો રે ભવાની માં
સાવરે સોનાનુ મારે ઘેર પરણુ ભવાની માં
લીપેલુ ગુપેલુ મારૂ આંગણુ ભવાની માં
પગલી નો પાળ નાર દેજો રે ભવાની માં
પરણા નો પોઢનાર દેજો રે ભવાની માં






ગઝલ ના રન્ગ ને ચાલો,સજાવીએ નવરાત મા,
રદિફ-કાફિયા જેવુ,કાઈક બનાવીએ નવરાત મા.

ભરબપ્પોરે આમ્બા ડાળે, કોયલ કંઈક ગાયા કરે,
એ જ ધ્વનિ મા,કોઈ નવી ધુન ગાઇએ નવરાત મા.

છેલ્લી રાતે આભ મા,ચન્દ્ર જ્યારે બન્ધાઈ જાય.
પુનમ ની ચાન્દની ને વધાવી એ નવરાત મા.




સોને કી છડી રૂપે કી મસાલ, જરીયન કિ સારી મોતિયન કિ માલા
સિર પે મુકુટ કનોમે કૂંડલ, નયોનો મે અંજન
ચરણૉ મે ઝાંજર , મસ્તક પે છતર
સત્તચિતાનંદમયિ ,દિનદયામયી
અખલ નીરંજની , ભક્ત દુખ ભંજની
સર્વમંગલ કી દાતાર ,નીરધાર કે આધાર
ગબ્બર કે ગોખ વાલી ચાચરકે ચોકવાલી
જગદંબા માને ઘણી ખમ્મા
ઘણી ખમ્મા રાજ રાજેશ્વરી ને ઘણી ખમ્મા
{HAPPY NAVRATRI}





આસમાની રંગની ચુંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે તારલા રે
માની ચુંદડી લહેરાણી
હો….. નવરંગી રંગી ચુંદડી મા
નવરંગી રંગી ચુંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે હીરલા રે
માની ચુંદડી લહેરાણી
— આસમાની રંગની
હો……શોભે છે માની ચુંદડી રે
શોભે છે માની ચંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે મુખડું રે
માની ચુંદડી લહેરાણી
— આસમાની રંગની
હો……લહેરે પવન ઊડે ચુંદડી રે
લહેરે પવન ઊડે ચુંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે આભલા રે
માની ચુંદડી લહેરાણી.
— આસમાની રંગની
શત શત શગની દિવડી રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે….. માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી હો રંગ માંડવડી
– શત શત શગની
સોના જડેલ માનો હીર રે રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે….. માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી
હો રંગ માંડવડી
– શત શત શગની
ચાંદનીનાં ચંદરવા ઝૂલતાં રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે…..જાણે મધરાતે ઉષા ઊગેલ
રંગ રંગ માડવડી હો રંગ માંડવડી










નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી કાળકામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
ત્રીજુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી અંબામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
પાંચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ખોડિયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
- નદી કિનારે
છઠ્ઠુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ચામુંડા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે









શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:
કદમ્બ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં
મમ: જમુના કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોરાસી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કમલકમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભૂમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતા ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વાજાં ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે - પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબ - લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજીના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોવર્ધનને શિખરે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ગહેવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વર સંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પુલિન કંદરા મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજીના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહીજનનાં હૈયાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમરોમ વ્યાકુળ થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મન માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:









સાચી રે મારી સાત રે ભવાની મા,
અંબા ભવાની મા હું તો તારી સેવા કરીશ મૈયા લાલ...
નવ નવ નોરતા કરીશ મા, પૂજાઓ કરીશ મા,
ગરબો રે વિરાટનો ઝીલીશ મૈયા લાલ, સાચી તે મારી...
જ્યોતિમાં એક તારી છે જ્યોતિ (૨)
તારા સતનું ચમકે રે મોતી, ચમકે મોતી (૨)
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા, મોતી મળે રે મા (૨)
હું તો તારા પગલાં ચુમીશ મૈયાલાલ, સાચી રે મારી...
તું તારણની તારણહારી (૩) દૈત્યોને દીધા સંહારી (૩)
શક્તિશાળી રે તું તો જગની જનેતા મા (૩)
માડી રે... માડી રે શક્તિ ભવાનીમાં ભોળી ભવાની મા,
હું તો તારા વારણા લઈશ મૈયાલાલ, સાચી રે મારી...
જગમાં તે એક માયા રચાવી (૨)
દર્શન દે તું સામે રે આવી સામે રે આવી (૨)
સૂના સૂના રે મા મંદિરના ચોકમાં (૨)
માડી રે... માડી રે આવો રમવા ભવાની મા,
ભોળી ભવાની મા, હું તો ગરબે ઘૂમીશ મૈયા લાલ...








એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.

માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…







માનો ગરબો રે રમે રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર;
એલી કુંભારીની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.
માનો ગરબો રે…

માનો ગરબો રે રમે રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર;
એલી સોનીડાની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.
માનો ગરબો રે…

માનો ગરબો રે રમે રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર;
એલી ઘાંચીડાની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.
માનો ગરબો રે…






ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…

કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…

ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…

રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…

(સૌજન્ય: માવજીભાઈ.કૉમ






પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્‍યા ગામના સુથારી વીરા વ્‍હેલા આવો રે,
હે મારી મહાકાળીને કાજે રૂડાં બાજઠ લાવો રે,
સારા લાવો, સુંદર લાવો, વ્‍હેલાં આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.
પંખીડા રે…

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્યા ગામનાં દોશીડા વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડી ચુંદડી લાવો રે,
સારી લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.
પંખીડા રે…

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્યા ગામનાં મણીયારા વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડો ચૂડલો લાવો રે,
સારો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે,
સારા લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.
પંખીડા રે…

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્‍યા ગામના કુંભારી વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડો ગરબા લાવો રે,
સારો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે.
પંખીડા રે…

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…





લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !

- ખલીલ ધનતેજવી

મસ્ત મજાની મસ્તીથી ભરપૂર એવી ખલીલસાહેબની મસ્ત-ગઝલ… સાહેબાને મૌનની મસ્તીથી રંજાડવાની રીત તો મનેય જરા વધારે જ ગમે છે ! :-)

છંદવિધાન મુજબ મક્તાનાં શે’રમાં ખલીલ ની આગળ એક ગુરુ શબ્દ જરૂર હોવો જોઈએ… પરંતુ જે પુસ્તકમાં જોઈને મેં આ ગઝલ ટાઈપ કરી છે એમાં આ ગઝલ આ પ્રમાણે જ છપાયેલ છે. કોઈને આ વિશે જાણ હોય તો મને જાણ કરવા વિનંતી.








- છંદ -

હે… અંધારી આંખોમાં દિવડો પ્રગટાવો અંબા માડી,
તું મહામાયા રાખણહારી કરજો માડી રખવાળી…
તમે કરજો માડી રખવાળી.
તું નહીં એને દૃષ્ટિ દે તો શ્રદ્ધાદીપ બુઝાશે,
આશા નહીં રહે કોઈને તુજમાં ના થાવાનું થાશે…
માડી, પછી ના થાવાનું થાશે.
હે… હું ઢોલ છેડતો ખપી જઈશ મા, તારા ચાચરચોકે,
‘માએ વાત ન માની નીજ ભક્તની’- વાતો રહી જાશે લોકે…
વાતો રહી જાશે લોકે… એવી વાતો રહી જાશે લોકે.

*

ઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર,
મા તારા મંદિરિયાનાં ઝરુખડે તો પ્રગટ્યા દીપ અપાર;
મા હું તો આંધળી રે મારી આંખડીયુંમાં દ્યો જ્યોતિ ઝબકાર,
કર મુને દેખતી રે કે જોઈ શકું મા અંબાનો અવતાર.
ઘોર અંધારી રે…

હે છપ્પન ભોગનાં થાળ ધરું પણ આંખોમાં અંધારું,
રમતું શ્રીફળ, ચુંદડી, કંકુથી કેમ કરું પૂજન તારું ?
દેવી મને દૃષ્ટિ દો તો જોઈ શકું મા ખોડલનો શણગાર.
ઘોર અંધારી રે…

હે ખોળો પાથરી માંગુ છું મા દેવી છો દાતાર,
મારા ઝાંઝરિયામાં ઝણકાવો તમે ઝાંઝરનો ઝણકાર,
મા મહાકાળી છો ચંડિકા બહુચર દેવીનો દરબાર.
ઘોર અંધારી રે…

*

- છંદ -

હે… રટન જળકળ, મુકુટ શિરધર, સિંહ શોભત અંબિકા,
ભાલ ચલકત, પાય ચલકત, ખડગ કરધર ચંડિકા,
મા રૂપ રૂડા, હાથ ચૂડા, લાલ લોચન બહુચરી,
મહાકાલકર જય (?) સર્વદા તું મહામયા ઈશ્વરી…







માનો ગરબો રે રમે રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર;
એલી કુંભારીની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.
માનો ગરબો રે…

માનો ગરબો રે રમે રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર;
એલી સોનીડાની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.
માનો ગરબો રે…

માનો ગરબો રે રમે રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર;
એલી ઘાંચીડાની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.
માનો ગરબો રે…







સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં

માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય

માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…

તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ

પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…





હે આજ માતાજી આવ્યા મારે આંગણે રે રાજ, કોઈ ઘુમર લ્યો,
કે હું તો શેની શેની મશે જોવા જા’શ રાજ, ઘુમર લ્યો.

હે હાથમાં લીધી ફૂલછાબડી રે રાજ, કોઈ ઘુમર લ્યો,
કે હું તો માળીડાની મશે જોવા જા’શ રાજ, ઘુમર લ્યો.
હે આજ માતાજી…

હે મેળામાં મણિયારાએ માર્યા છે હાટ, કોઈ ઘુમર લ્યો,
કે હું તો નવી વહુની મશે જોવા જા’શ રાજ, ઘુમર લ્યો.
હે આજ માતાજી…

હે માથે લીધી માએ મટકી કે રાજ, કોઈ ઘુમર લ્યો,
કે હું તો ગોવાળીને મશે જોવા જા’શ રાજ, ઘુમર લ્યો.
હે આજ માતાજી…

હે મોતી, કંકુ, ચોખાનો થાળ ભર્યો રાજ, કોઈ ઘુમર લ્યો,
કે હું તો પુજારણની મશે જોવા જા’શ રાજ, ઘુમર લ્યો.
હે આજ માતાજી…







મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
અરજી અંતરની સ્વીકારો… સ્વીકારો રે.

શમણાનાં ફૂલડાંમાં સુરભિ ભરી દો,
આશાનાં દીવડામાં જ્યોતિ ભરી દો;
ચિતડાના ચોકને શણગારો… શણગારો રે,
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

આંખમાં રમે છે રૂમઝૂમ રજની રઢિયાળી,
હાથમાં હિલોળા લેતી ગરબાની તાળી;
ચરણોમાં તાક્ ધિના ધિન લયનો ધબકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

તનનાં તંબૂરે માડી નાદ થઈને આવો,
મૌનનો મધુરમ્… સાદ થઈ આવો;
અંતરમાં ગૂંજે તમારા જંતરના ઝણકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

-રિષભ મહેતા

No comments:

Post a Comment